Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

સુંદર પ્લાઝો અને લોન્ગ શૂટનું કોમ્બીનેશન તમને આપશે ફ્રેશ લુક

આજકાલ ફેશનમાં લોન્ગ કુર્તી સાથે પ્લાઝોનું ખૂબ જ ચલણ છે. પ્લાઝો અને લોન્ગ કુર્તિના કોમ્બીનેશનથી તમને સુંદર અને ફ્રેશ લુક મળે છે. તેને તમે ખાસ ઈવેન્ટ ઉપરાંત બધી જગ્યાએ પહેરી શકો છો. તે તમારી ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી દેશે.

જો તમે ડેટ પર કે કોઈને મળવા જઈ રહ્યા છો અથવા તો મોર્નિંગ પિકનીકમાં જવુ છે તો આ ડ્રેસ તમારા માટે એકદમ પરફેકટ છે. તેના આછા રંગો તમારી સુંદરતાને શૂટ કરશે અને તેમાં તમે ખૂબ જ સુંદર દેખાશો.

લોન્ગ શૂટ અને પ્લાઝોનું કોમ્બીનેશન ખૂબ જ ઓછુ જોવા મળે છે. તે ખૂબ જ સુંદર લાગે છે. જો તમારે કયાય ફરવા જવુ હોય કે પછી કોઈ ઈવેન્ટમાં જવુ હોય તો તમે આ કોમ્બિનેશન ઉત્તમ છે. આ ડ્રેસ તમને ડિઝાઈનર શોપમાંથી જ મળી રહેશે.

(9:42 am IST)