Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

જાણો… તલ ખાવાથી સ્વાસ્થ્યને થતા અનમોલ ફાયદા વિષે

તલ બે પ્રકારના હોય છે, સફેદ અને કાળા તલ. તલ જોવામાં નાના લાગે છે પણ તેના ફાયદા ખુબ મોટા છે. નિત્ય તલનું સેવન કરવાથી સ્વાસ્થ્યની સાથે સાથે આપણી બ્યુટી પર પણ અસર થાય છે. આ સ્વાસ્થ્ય માટે શકિતવર્ધક અને કાર્યક્ષમ છે. જાણો તેના અણમોલ ફાયદા વિષે.

 તલમાં માનસિક ક્ષતિને ઘટાડવાનો ગુણ રહેલ હોય છે. જેથી તમે તણાવ અને ડિપ્રેશનથી મુકત રહિ શકો છો. દરરોજ થોડી માત્રામાં આનું સેવન કરવાથી માનસિક ક્ષતિન તમે દુર કરી શકો છો.

 તલનું સેવન કરવાથી ભૂખ વધે છે. સાથે જ આ પિત્ત અને કફ જેવા રોગોને પણ નષ્ટ કરે છે.

 તલ અને ખાંડના પાણીને જ્યારે ઉધરસ આવે ત્યારે ઉકાળીને પીવાથી જમા થયેલ ફક નીકળી જાય છે.

(9:49 am IST)