Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

હેલ્થ કેન્સરને અટકાવવા માટે આટલી વસ્તુ કરવી જરૂરી છે:WHO

નવી દિલ્હી: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક દાયકાઓમાં ૭૦ વર્ષની ઉંમર પહેલાં થતાં મૃત્યુ માટે કેન્સર એક મુખ્ય કારણ બનીને ઊભર્યું છે. આ બીમારી અંગે જાગૃતિ અને તેના શરૂઆતનાં લક્ષણો ઓળખવામાં આવે તો કેન્સરના ૯૦ ટકા કેસ રોકી શકાય છે.

WHO ના એક તાજા રિપોર્ટમાં ૧૦માંથી એક ભારતીયને તેના જીવનકાળમાં કેન્સર ની ઝપટમાં આવવાની અને ૧૫માંથી એકનું આ બીમારી ના કારણે મૃત્યુ થવાની આશંકા વ્યક્ત કરાઇ છે. વર્લ્ડ કેન્સર રિપોર્ટ અનુસાર વર્ષ ૨૦૧૮માં ભારતમાં કેન્સર ના ૧૧.૬ લાખ નવા કેસ સામે આવ્યા હતા. આ કારણે ૭.૮૪ લાખથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. WHO ના ગરીબ દેશોમાં વર્ષ ૨૦૪૦ સુધી કેન્સર ના કેસમાં ૮૧ ટકાનો વધારો થવાની શંકા વ્યક્ત કરાઇ હતી.

(6:28 pm IST)