Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

ઈંડોનેશિયાના બાલી રિસોર્ટમાં 6.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:ઈંડોનેશિયાના બાલી રિસોર્ટ દ્વીપ પર ગુરુવારના રોજ બપોરના સમયે 6.6ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે ભૂવૈજ્ઞાનિક કેન્દ્રધ્વરા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સ્થાનિક સમયાનુસાર 4 વાગ્યાને 45 મિનિટની આસપાસ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.

                 વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ભૂકંપના ઝટકા એટલા બધા ભારે હતા કે દક્ષિણી અને પૂર્વી લૉમબૉક,મતાંરમ શહેર અને બાલી દ્વીપના દેનપસાર શહેરમાં પણ તેના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હતા.

(6:26 pm IST)