Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

પાયદળ સૈનિકો મામલે ભારત નીકળી ગયું આગળ:ચીનને રાખી દીધું ત્રીજા ક્રમ પર

નવી દિલ્હી  : ભારતીય સેનાએ પાયદળ સૈનિકો મામલે પાડોશી દેશ ચીનને પાછળ રાખી દીધો છે અને તાજેતરના આંકડાઓ પ્રમાણે ચીન હવે પાયદળ સૈનિકોની યાદીમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.

ચીન અને પાકિસ્તાન આ બંને મોરચેથી જોખમનો સામનો કરી રહેલા ભારતના પાયદળ સૈનિકોની સંખ્યા વધીને આશરે ૧૨ લાખ ૪૦ હજાર થઈ ગઈ છે. ભારતીય સેના પાસે હાલ સૌથી વધારે પાયદળ છે જ્યારે તેના પછીના ક્રમે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની સેનાનો નંબર આવે છે. જાપાનના સંરક્ષણ મંત્રાલયે બહાર પાડેલા તાજેતરના અહેવાલ પ્રમાણે ઉત્તર કોરિયન સેનામાં પાયદળના સૈનિકોની સંખ્યા ૧૧ લાખ છે અને ચીની સેનામાં પાયદળના સૈનિકોની સંખ્યા ૯.૮ લાખ જેટલી બચી છે.

(6:25 pm IST)