Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

CORONA EFFECT: પ્રવાસીઓના આગમન પર પ્રતિબંધ લગાવી દેતા વેનિસ શેરની નહેરો ચોખ્ખી જોવા મળી

નવી દિલ્હી:  ઈટલીના વેનિસ શહેર પર લાગુ થઈ રહી છે. ઈટલીમાં કોરોનાના કારણે 2500થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે અને હજારો લોકોને તેનો ચેપ લાગ્યો છે.ઈટાલીના મુખ્ય શહેરોમાં સંપૂર્ણપણે લોકડાઉન છે. લોકો ઘરોમાં કેદ છે. પ્રવાસીઓના આગમન પર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દેવાયો છે. લોકોને અનિવાર્ય હોય તો જ ઘરની બહાર નિકળવાની મંજૂરી છે. 

              સામાન્ય રીતે પ્રવાસીઓથી હર્યુંભર્યું રહેલું વેનિસ શહેર અત્યારે સંપૂર્ણપણે ભેંકાર ભાસી રહ્યું છે. પ્રવાસીઓની ગેરહાજરી અને હંમેશાં હોડીઓથી ભરેલી રહેતી શહેરની નહેરો અત્યારે શાંત છે. તેણે નહેરોના પાણીને પણ એકદમ સ્વચ્છ કરી નાખ્યું છે. પાણી એટલું સ્વચ્છ થઈ ગયું છે કે, તેના અંદર તરતી માછલીઓ પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. આ સ્થિતિમાં અહીં અન્ય પ્રાણી-પક્ષીઓ પણ નહેરોમાં પહોંચી રહ્યા છે. નહેરોના કિનારે સફેદ બગલા પણ જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત નહેરમાં ડોલ્ફીન માછલી, વાંદરા અને અન્ય સમુદ્રી જીવો પણ વેનિસની નહેરોમાં જોવા મળી રહ્યા છે.

(6:23 pm IST)