Gujarati News

Gujarati News

News of Thursday, 19th March 2020

કોરોનના કારણોસર અઢી કરોડ લોકોની નોકરી પર સંકટના વાદળ છવાયા

નવી દિલ્હી: કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં પગપેસારો કર્યો છે. હવે સંયુક્ત રાષ્ટ્રએ ચિંતા વ્યક્ત કરી છે કે, આગામી દિવસોમાં કોરોના વાયરસને કારણે સમગ્ર વિશ્વમાંથી 2.5 કરોડ લોકો નોકરીઓ ગુમાવી શકે છે.

  સંયુક્ત રાષ્ટ્રની સંસ્થા ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ)એ પોતાની રિપોર્ટમાં જણાવ્યું છે કે, સૌથી વધારે સંકટ રિટેલ સેક્ટર પર પડવાની આશંકા છે. રિટેલ સેક્ટરમાં 1.1 કરોડ લોકોની નોકરીઓ જઈ શકે છે. આ ઉપરાંત ટુરિઝ્મ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં 12 લાખ લોકો બેરોજગાર થઈ શકે છે. ઈ-કોમર્સ સેક્ટરમાં 20 લાખ લોકો બેકાર થઈ શકે છે.

(6:22 pm IST)