Gujarati News

Gujarati News

News of Monday, 19th March 2018

ઓસ્ટ્રેલિયાના જંગલોમાં આગ લાગવાના કારણે 90 ઘરોનો નાશ થયો

નવી દિલ્હી: દક્ષિણપૂર્વી ઓસ્ટ્રેલિયાના વિભિન્ન વિસ્તારમાં અઠવાડિયામાં જંગલમાં આગ લાગવાના કારણે 90 ઘર અને અન્ય સંપત્તિનો નાશ થઇ ગયો છે સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ ટાથરામાં આગ લાગવાના કારણે લગભગ 70 જેટલા ઘરોનો નાશ થઇ ગયો છે ન્યુ સાઉથ વેલ્સ રૂરલ ફાયર સર્વિસની જાણકારી મુજબ ઘટનામાં સ્વયંસેવી દમકલકર્મીને ઇજા પહોંચી છે અને આગનો ધુમાડો લોકોના શરીરની અંદર જવાના કારણે ચાર લોકોની તબિયત ખરાબ થઇ છે.ઘટનામાં હજુ પણ કોઈપણ લાપતા હોવાનું જાણવામાં આવી રહ્યું નથી.

(8:16 pm IST)