Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

બ્રિટેને કરી નવી વિઝા સિસ્ટમ લોંચ:ભારત સહીત વિશ્વના સૌથી પ્રતિભાશાળી લોકોને યુકે તરફ આકર્ષિત કરવાનો હેતુ

નવી દિલ્હી: બ્રિટને નવી વિઝા સિસ્ટમ લોન્ચ કરી દીધી છે. ગૃહ સચિવ પ્રીતિ પટેલે બુધવારે યુકેની નવી પોઇન્ટ બેસ વિઝા સિસ્ટમ શરૂ કરવાની ઘોષણા કરી છે, જેનો હેતુ ભારત સહિત વિશ્વના સૌથી પ્રતિભાશાળી અને શ્રેષ્ઠ લોકોને યુકે તરફ આકર્ષિત કરવાનો છે. નવી વિઝા સિસ્ટમનો હેતુ દેશમાં આવતા સસ્તી ઓછા-કુશળ કામદારોની સંખ્યામાં ઘટાડો કરવાનો છે. બ્રિટનના યુરોપીય સંઘ (EU)થી ગયા મહિને બહાર નિકળ્યા બાદ સંક્રમણ અવધિ પુરી થયા બાદ નવી સિસ્ટમ 1 જાન્યુઆરી 2021થી લાગુ થશે.

વિશિષ્ઠ કુશળતા, લાયકાત, પગાર અને વ્યવસાયોને પોઇન્ટ આપવાના આધારે છે, જે ફક્ત પૂરતા પોઇન્ટ મેળવનારાઓને વિઝાની મંજૂરી આપે છે.

બ્રિટનમાં ભારતીય મૂળના સૌથી વરિષ્ઠ કેબિનેટ મંત્રી પ્રીતિ પટેલે કહ્યું કે, આજે આખા દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. શુક્રવારથી કાર્યરત વૈશ્વિક પ્રતિભા યોજના, ફાસ્ટ ટ્રેક વિઝા આગામી વર્ષથી ઇયુ નાગરિકો પર પણ લાગુ થશે, જેથી ઉચ્ચ કુશળ વૈજ્ઞાનિકો અને રિસર્ચર્સ નોકરીની ઓફર વિના યુકે આવી શકશે.

(6:40 pm IST)