Gujarati News

Gujarati News

News of Wednesday, 19th February 2020

આતો ગઝબ પ્રકારની ખેતી કહેવાય....અમેરિકાના નેવાદામાં થાય છે કારની ખેતી

નવી દિલ્હી: અમેરિકના નેવાદામાં ગોલ્ડફીડ નામનો એક પર્વત છે જેના વિશે તમને આજે જાણકારી આપવામાં આવી રહી છે. પર્વત પર એક શખ્સએ કારની ખેતી કરવાનું પરક્રમ કર્યું છે.

વર્ષ 2011માં માઈકલ માર્ક રિપ્પી નામના વ્યક્તિએ જમીન પર કાર ખોદીને દબાવી છે. વ્યક્તિએ આવું એટલા માટે કર્યું છે કે તે કારને રિસાયકલ કરવા ઈચ્છે છે. જગ્યાનું નામ ઈંટરનેશનલ કાર ફોરેસ્ટ ઓફ લાસ્ટ ચર્ચ રાખવામાં આવ્યું છે.

કામમાં માર્કનો સાથે કૈડ સૌર્ગ પણ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં તેમણે ખેતરમાં 40 નાની મોટી કાર અને ટ્રકને જમીનમાં દાટી છે. તમામ કાર જમીનની અંદર અડધે સુધી દાટવામાં આવી છે. કારને દૂરથી જોવાથી લાગે કે જાણે કાર ખેતરમાં ઊગી નીકળી હોય. રેતીમાં અલગ અલગ રંગની નાની મોટી કાર જોવા મળે છે. કારણે જગ્યાનો નજારો પણ સુંદર દેખાય છે.

(6:36 pm IST)