Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

ગ્રીસમાં ભારે વરસાદથી 16ના મોત

style="text-align: justify; margin: auto 0in; mso-line-height-alt: 1.0pt">નવી દિલ્હી: ગ્રીસમાં ભારે વરસાદના કારણે અંદાજે 16 લોકોના મોત થયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે.આના સિવાય દેશમાં વાવાઝોડાના કારણે ઘણુંબધું નુકશાન પણ થયું છે.મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે નિયા પેરામોસ અને મેગારા જેવા ઔદ્યોગિક શહેરમાં આનો સૌથી વધુ પ્રભાવ પડ્યો છે.મૃતક લોકોમાં ઘણા વૃદ્ધોનો પણ સમાવેશ થાય છે.આ વાવાઝોડામાં ઝડપથી ઘસી આવેલ કીચડના કારણે કેટલાય લોકો ઈજાગ્રસ્ત થયા છે જે પૈકી 37 ને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે તેમજ હજુ કેટલાય લોકો લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે.
(7:20 pm IST)