Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

સ્ટ્રેસમાં હો ત્યારે મહત્ત્વના નિર્ણયો ન લો, જોખમી નીવડી શકે છે

ન્યુયોર્ક તા. ૧૮: જયારે તમે ખૂબ તાણ અનુભવતા હો, મગજ પ્રેશરથી ફાટી રહ્યું હોય ત્યારે કોઇ નિર્ણય ન લેવા જોઇએ. ધારો કે આવા સંજોગોમાં મહત્વના નિર્ણયો લીધા હોય તો ફરીથી એના પર ફેરવિચારણા કરવી જોઇએ. અમેરિકાના નિષ્ણતોનું કહેવું છે સ્ટ્રેસફુલ કન્ડિશનમાં લોકો જોખમી નીવડે એવા એબ્નોર્મલ નિર્ણયો લે છે. અમેરિકાના કેમ્બ્રિજમાં આવેલી મેસેચુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના નિષ્ણાતોનું કહેવું છે કે જયારે વ્યકિત સતત ક્રોનિક સ્ટ્રેસમાં રહેતી હોય ત્યારે એનું નોર્મલ બિહેવિયર બદલાઇ જાય છે. સ્ટ્રેસને કારણે એન્ગ્ઝાયટી, ચીડિયાપણું, હતાશા અને નકારાત્મક વિચારધારાના પ્રભાવ હેઠળ વ્યકિત સ્વસ્થ અને તટસ્થ થઇને નિર્ણય લે એવું ઓછું બને છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે જયારે શરીરમાં ટ્રેસ-હોર્મોન્સ વધુ હોય ત્યારે મગજને સારી અને નરસી પસંદગીઓ કરવામાં મદદ કરતી તર્કની સર્કિટ ગોટાળે વળેલી હોય છે અને ખોટા વિચારોથી પ્રભાવિત થઇને ખોટા અથવા જોખમી સાબિત થાય એવા નિર્ણયો લેવાઇ જાય છે.

 

(4:11 pm IST)