Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

હાઇવે પર તેજ પવનને કારણે આખી ટ્રક બે પૈડાં પર થઇ ગઇ

મોસ્કો તા. ૧૮: ક્રોએશિયામાં ઘટેલી એક ઘટનાની વિડિયો-કિલપ ઇન્ટરનેટ પર ફરી રહી છે. એમાં એક હાઇવે પર ટ્ર ક સાઇડના બે પૈડાં પર ચાલતી જોવા મળી હતી અને ડ્રાઇવર પૂરા હોશહવાસમાં હોવા છતાં ટ્રકને કન્ટ્રોલમાં રાખી નહોતો શકતો. વાત એમ હતી કે હાઇવે પર ખૂબ જોરથી પવન ફૂંકાઇ રહ્યો હતો. આ ઘટના માત્ર એક ટ્રક સાથે જ નહીં, ઘણાં બધાં વાહનો સાથે થઇ રહી હતી. બે દિવસ પહેલાં અપલોડ થયેલી આ વિડિયો-કિલપને ૩૦ લાખ લોકોએ જોઇ છે. સામાન્ય સંજોગોમાં ટ્રક ગબડી પડીને ભયાનક એકિસડન્ટ થઇ શકે એમ હતો, પરંતુ ડ્રાઇવરની સમયસૂચકતા અને કન્ટ્રોલને કારણે બધું સમુંસુતરૃં પાર પડયું એ માટે બધાએ ડ્રાઇવર પર પ્રશંસાનાં ફુલો વરસાવ્યાં છે.

 

(4:10 pm IST)