Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

રમત - રમતમાં આ ભાઇએ પ્રાઇવેટ પાર્ટમાં લોક ભરાવ્યું જે મૂત્રાશયમાં પહોંચી ગયું

બીજીંગ તા. ૧૮: ચીનના ફુજિઆન પ્રાંતના ફુઝોઉ શહેરમાં ૩૧ વર્ષનો એક યુવક ઇમર્જન્સી સાથે હોસ્પિટલમાં દાખલ થયો ત્યારે તેને પેડુના ભાગમાં જબરો દુખાવો થઇ રહ્યો હતો. શરૂઆતમાં તો શરમના માર્યા તેણે સાચું કીધું નહીં, પરંતુ ડોકટરોએ પેડુનો એકસ-રે કાઢયો તો મામલો સમજાવા લાગ્યો. વાત એમ હતી કે ઘણા દિવસ પહેલાં ભાઇ એકાંતમાં સેકસ્યુઅલ ફેન્ટસીમાં રાચી રહ્યા હતા ત્યારે રમત-રમતમાં પેનિસના કાણામાં એકદમ નાનું લોક ભરાવવાની કોશિશ કરેલી. પહેલાં લોક સહેજ ભરાવ્યું, પરંતુ અનાચક જ ઉત્તેજના ઘટી જતાં લોક વધુને વધુ અંદર ખૂંપવા લાગ્યું. એ પછી લોક કાઢવાનો પ્રયત્નો કરવા જતાં એ મૂત્રનલિકામાં વધુને વધુ અંદર ખૂંપતુંદ ગયું. થોડાક દિવસ તો તેણે એ પીડા સહન કરી અને કોઇકને કહ્યું નહીં, પરંતુ પેડુમાં દુખાવો વધતાં પરિવારજનો તેને પરાણે ડોકટર પાસે લઇ આવ્યા અને એ વખતે તાળું છકે મૂત્રાશયમાં પહોંચી ગયું હતું. ડોકટરોએ લેપ્રોસ્કોપિક સર્જરી કરીને લોક બહાર કાઢયું હતું.

(4:09 pm IST)