Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017


પાળતુ ડોગ રાખવાથી હાર્ટ-ડિસીઝનું રિસ્ક ઘટે છે

નવી દિલ્હી તા. ૧૮: શું તમે ડોગપ્રેમી છો? તો તમારે ડોગ જરૂર પાળવો જોઇએ. પાળેલા પ્રાણીને સાચવવા માટે જરૂરી એકિટવિટી તમે કરતા રહો તો હૃદયરોગથી દૂર રહી શકશો. સ્વીડનની ઉપ્સલા યુનિવર્સિટીના નિષ્ણાતોનું કહેવું છે કે ડોગ-ઓનર્સને કાર્ડિયોવેસ્કયુલર ડિસીઝ થાય એવી સંભાવના ઓછી હોય છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ડોગ પાળનાર વ્યકિતને એની કાળજી લેવા માટે જે પ્રવૃત્તિઓ કરવી પડે છે એમાં તેના પોતાના શરીરને પૂરતી ફિઝિકલ એકિટવિટી મળી જાય છે. ડોગને રોજ સવાર-સાંજ ચાલવા માટે બહાર લઇ જવા પડે છે જેને કારણે ઓનર્સનો બહારના સમાજ સાથેનો સંપર્ક પણ તાજો રહે છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ખાસ કરીને એકલા રહેતા અને ડોગી પાળતા લોકોને આ પ્રાણીને પાળવાનો ફાયદો વધુ થાય છે. હર્યાભર્યા પરિવાર સાથે રહેતા લોકોની સરખામણીએ એકલા ડોગની સાથે રહેતા લોકોમાં ફિઝિકલ એકિટવિટીનું પ્રમાણ સારૃં હોય છે. અભ્યાસમાં ૪૦ થી ૮૦ વર્ષના ૩૪ લાખ ડોગ-ઓનર્સના ડેટાનું વિશ્લેષણ કરીને તારણ કાઢવામાં આવ્યું હતું. શ્વાનને ફિઝિકલ એકિટવિટી વધુ જોઇએ છે અને એની પાછળ માલિકે પણ વધુ પ્રવૃત્તિમય રહેવું પડે છે જે આડકતરી રીતે હાર્ટને ફાયદો કરાવે છે.

(4:13 pm IST)