Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

દારૂ અને સિગારેટ પીનારા તેમની રિયલ ઉંમર કરતાં જલદી ઘરડા થાય

લંડન તા.૧૮ : જો તમે ઉંમર કરતાં વધુ ઘરડા ન દેખાવા માગતા હો તો દારૂ પીવાનું અને સિગારેટ ફુંકવાનું બંધ કરી દેવું જોઇએ. ડેન્માર્કની કોપનહેગન યુનિવર્સિટીના નિષ્ણાંતોનું કહેવું છે સિગારેટ અને દારૂ પીવાથી આંતકિ અવયવોની કાર્યક્ષમતા ઘટે છે અને એમાં થતો ઘસારો અને ડેમેજ શરીરને અંદરથી ખોખલુ કરે છે. જોકે અંદરથી ડેમેજ થતું શરીર બહારથી યંગ દેખાઇ શકતું નથી. ૧૧,૫૦૦ પુષ્તોના દેખાવ, વ્યસન અને હેલ્થનો ડેટા તપાસીને અભ્યાસકર્તાઓએ નોધ્યું હતું કે જે લોકો બેફામ માત્રામાં દારૂ-સિગારેટ પીએ છે તેઓ વહેલા ઘરડા થવા લાગે એવી સંભાવના ૩૩ ટકા વધુ છે. ત્વચા, આંખો, ચહેરાનો શેપ અને શરીરમાં ચરબીની જમાવટ દ્વારા વ્યકિત પોતે હોય એના કરતાં લગભગ ચારથી પાંચ વર્ષ વધુ ઘરડી જણાય છે.

(2:12 pm IST)