Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

પ્રૌઢાવસ્થામાં ઘરકામ કરતી મહિલાઓ લાંબુ જીવે

ન્યુયોર્ક તા.૧૮ : સામાનય રીતે ૫૫-૬૦ વર્ષ પછી ઘરમાં વહુ આવી જવાથી મહિલાઓ પર ઘરની જવાબદારી ઘટી જાય છે અને તેમની જીવનશૈલી પણ બેઠાડુ થવા લાગે છે. ઉંમર થયા પછી ઘરકામ ન થાય અથવા તો ઘરકામ કરવામાં તકલીફ પડે એવું માનીને મહિલાઓ ઘરકામ ઘટાડી દે છે. બીજી ભાષામાં કહીએ તો જો લાંબુ જીવવું હોય તો વહુના આવ્યા પછી બધુ કામ વહુ પર નાખીને હીંચકે ઝુલશો તો શરીર કટાશે અને આયુષ્ય પણ ઘટશે. અમેરિકાના સેન ડીએગોમાં આવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના પ્રોફેસરોનું કહેવું છે કે પ્રૌઢાવસ્થા પછી સવાર-સાંજ ૩૦-૩૦ મિનિટનું ઘરકામ કરનારી મહિલાઓની આરવદા લાંબી હોય છે. શરી કામ કરતું રહે એ જરૂરી છે. ઉંમર થવાને કારણે શરીરને ઘસારો પહોંચે અને કામ કરવાની ગતિ અને ક્ષમતા ઘટી જાય એ સ્વાભાવિક છે, પરંતુ એને કારણે જો મહિલાઓ સાવ ખાટલેથી પાટલે થવા લાગે તો એનાથી તેમને હાર્ટ-ડિસીઝ, ડાયાબિટીઝ અને હાડકા નબળાં થવાને કારણે ફેકચરનું જોખમ વધે છે. અભ્યાસમાં ૬૫થી ૯૯ વર્ષની ૬૦૦૦ મહિલાઓના સ્વાસ્થ્યનો સાડાચાર વર્ષ સુધી સ્ટડી કરવામાં આવ્યો હતો. આ મહિલાઓમાં શરીરની મુવમેન્ટ પારખતું ડિવાઇસ લગાવવામાં આવ્યું હતું. જે મહિલાઓ રોજ થોડોક સમય ઘરકામમાં ગાળતી હતી અને ફિઝિકલ મુવમેન્ટ ચાલુ રાખતી હતી તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે એવી સંભાવના વધતી હોવાનું નોંધાયું હતું.

(12:52 pm IST)