Gujarati News

Gujarati News

News of Saturday, 18th November 2017

મોંમાં ચાંદા પડ્યાં હોય તો કુંવારપાઠાથી ફાયદો થાય

શિકાગો, તા. ૧૮ : ગલોફાંમાં ચાંદા પડ્યાં હોય કે લાલાશ આવી ગઇ હોય તો મોડર્ન મેડિસિનમાં વિટામિન્સની ઉણપ થયાનું નિદાન થાય છે. જયારે મોંમાં ચાંદા પડ્યાં હોય ત્યારે કોઇપણ પ્રકારની ટૂથપેસ્ટ વાપરવાથી કેમિકલ્સના ઇરિટેશનને કારણે સમસ્યા વધુ વકરી શકે છે. જોકે અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે સાદી ટૂથપેસ્ટની સરખામણીમાં કુંવારપાઠું ધરાવતી હોય એવી ટૂથપેસ્ટથી મોઢાની સ્વચ્છતા ઘણી જ સારી રહે છે. શિકાગો યુનિવર્સિટીના રિસર્ચરોનુ કહેવું છે કે કુંવારપાઠાની અંદરનો ટ્રાન્સપરન્ટ જેલી જેવો ગર પેઢાની સ્કિન તેમજ ગલોફાંની સ્કિનના ઇન્ફેકશન, ચાંદાં, ઘા કે સડા જેવી તકલીફો માટે વપારી શકાય છે.

કુંવારપાઠું ગલોફાંની ત્વચાનું ઇરિટેશન પણ શમાવે છે. આ જ કારણોસર હવે માર્કેટમાં અલોવેરા ધરાવતી ટૂથપેસ્ટ મળતી થઇ ગઇ છે. ટૂથપેસ્ટને બદલે વારંવાર મોં આવી જતું હોય ત્યારે અઠવાડિયામાં એકાદ વાર અલોવેરાનો ગર ગલોફાંમાં લગાવવાથી રાહત થઇ શકે છે.

 

(9:32 am IST)