Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

ઓએમજી..... કીચડમાં વૈજ્ઞાનિકોને મળ્યો એવો ખજાનો...... જોઈને ઉડી ગયા સહુના હોશ

નવી દિલ્હી: ચીનની ગ્વાંગઝૂ યુનિવર્સિટી અને બ્રિટનની બોનમાઉથ યુનિવર્સિટીની 18 વૈજ્ઞાનિકોની ટીમે આ શોધ કરી છે. તેને ગત સપ્તાહમાં સાયન્સ બુલેટિનમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું. તિબ્બતી પઠારના કેસાંગ વિસ્તારમાં પહાડીની સપાટી પર મળી આવેલા આ હાથ અને પગના નિશાન Immobile Art કહેવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ પોતાના રિસર્ચમાં શોધ્યું કે, આ નિશાન 1,69,000 થી 2,26,000 વર્ષ જૂના હોઈ શકે છે. વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું કે, પહાડીની ઉંમર પરથી માલૂમ પડે છે કે હાથ અને પગના નિશાન હિમયુગના મધ્યમાં બનાવવામાં આવ્યા હતા. આ ક્ષેત્રમાં કુલ પાંચ હાથના નિશાન અને પાંચ પગના નિશાન મળી આવ્યા છે. જે એક ગરમ પાણીના ઝરણાની આસપાસ ચૂનાના બનેલા પત્થરો પર સંરક્ષિત કરવામાં આવ્યા છે. તેને ટ્વૈર્ટીન કહેવામાં આવે છે. નિશાનના આકાર અને લંબાઈને જોતા 18 વૈજ્ઞાનિકોની ટીમે અનુમાન લગાવ્યું કે, આ નિશાનને 7 થી 12 વર્ષના બાળકે બહુ જ સાવધાનીપૂર્વક બનાવ્યું હશે. રિસર્ચમાં સામેલ બોર્નમાઉથ યુનિવર્સિટીમાં પર્યાવરણ અને ભૌગોલિક વિજ્ઞાનના પ્રોફેસર મૈથ્યૂ બેનેટનું કહેવુ છે કે, નિશાન માત્ર ચાલવાથી નથી બન્યા. પરંતુ એવુ લાગે છે કે તે જાણીજોઈને બનાવવામાં આવ્યા છે. તે સ્થિર કલાનો સૌથી જૂનો નમૂનો બની શકે છે.

(5:23 pm IST)