Gujarati News

Gujarati News

News of Friday, 18th September 2020

ઓએમજી....યુરોપના આ શહેરનું નામ છે 58 અંગ્રેજી લેટરમાં

નવી દિલ્હી: દુનિયામાં કેટલાય એવા ગામો છે, જેના નામ અજીબોગરીબ છે, આ ગામના નામો એવા છે કે, તેને બોલવામાં પણ ફાંફા પડી જાય. આ શહેરોના નામનું ઉચ્ચારણ કરવામાં પણ આપણને પરસેવો છૂટી જાય. આજે અમે પણ આપને અહીં એવા જ કંઈક ગામોના નામ વિશે જણાવા જઈ રહ્યા છીએ.

             1 Llanfairpwllgwyngyllgogerychwyrndrobwllllantysiliogogogoch- યુરોપનું આ શહેર છે, જેનું નામ સૌથી લાંબૂ છે. આ શહેરના નામમાં કુલ 58 અંગ્રેજી લેટર છે. આ જગ્યા વેલ્સમાં આવેલી છે. 2 અમેરિકામાં પણ આવી જ એક જગ્યા છે, જેનું નામ પણ વિચિત્ર છે. અમેરિકામાં આવેલી આ જગ્યાનું નામ Pee Pee છે. 3-New Mexico માં પણ એક શહેરનું નામ છે, જેનું નામ છે 'Truth or Consequences'.4 જર્મનીના શહેર હેમ્બર્ગમાં અઢી હજાર પુલ છે એટલે કે, વેનિસ અને એમ્સટરડમના પુલોને સરખાવવામાં આવે તો, હેમ્બર્ગમાં પણ તેનાથી વધુ પુલ છે.

(5:49 pm IST)