Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

ઉંઘમાં સપનું આવ્યું કે પોતે વીંટી ગળી ગઇ, ઉઠીને જોયું તો હકીકતમાં તે ગળી ગયેલી

ન્યુર્યોક,તા.૧૮:અમેરિકાના કોલિફોર્નિયામા રહેતી જેના ઇવાન્સ નામની મહિલાને એક રાતે એટલું ભયાનક સપનું આવ્યું કે તે પોતાના ફિયાન્સેની સાથે એક ટ્રેનમાં સફર કરી રહી છે. કેટલાક લોકો તેમને લૂંટવા માટે ઘેરી વળે છે. લૂંટારાઓ તેની રિંગ ચોરી જશે એવા ડરને કારણે તેણે પોતાની આંગળી મોંમાં મૂકી દીધી અને ચોરોથી બચાવવા માટે તે પોતાની એન્ગેજમેન્ટ રિન્ગ ગળી ગઈ. અલબત્ત્।, આ વિચાર તેને ઊંઘના સપનાંમાં આવી રહ્યો હતો, પરંતુ એ વખતે તેણે હકીકતમાં આંગળી મોંમાં મૂકી દીધી હતી અને વીંટી તે હકીકતમાં ગળી ગઈ હતી. આ ઘટનાની જાણ તેને છેક સવારે તે જાગી અને આંગળીમાં જોયું ત્યારે ખબર પડી. ર૯ વર્ષની જેનાએ તેના બોયફ્રેન્ડને રાતના સપનાંની વાત કરી. પહેલાં તો તેને નવાઈ લાગી કે જે ઘટના સપનાંમાં બની હતી એ હકીકત હતી કે શું? એ દ્યટના હકીકત નહોતી, પણ ડરને કારણે તે વીંટી જાતે જ ગળી ગઈ હોય એ હકીકત હોઈ શકે છે. આ શંકાનું સમાધાન કરવા જેના હોસ્પિટલ પહોંચી. તેનો એકસ-રે કરતાં ખરેખર પેટમાં ૨.૪ કેરેટની ડાયમન્ડ રિન્ગ હોવાનું ખબર પડી. આ રિંગ એમ જ શરીરમાંથી નીકળી જાય એવી રાહ જોઈ શકાય એમ નહોતું એટલે સર્જરી દ્વારા એ કાઢવાનું નક્કી થયું. જોકે આંપરેશન પહેલાં તેની પાસે સજરીના જોખમથી માહિતગાર હોવા બાબતે સહી લેવામાં આવી એ વખતનો સમય યાદ કરીને જેના કહે છે, ઙ્કએ વખતે હું ખૂબ રડી. મતે લાગતું હતું કે જો આવા કારણોસર હું મરી જઈશ તો ખૂબ મોટી પાગલ કહેવાઈશ.

જોકે આખરે સહુ સારા વાનાં થયાં.સર્જરીમાં વીંટી બહાર આવી ગઈ અને હવે જેનાની હાલત પણ સુધારા પર છે. હવે તેનો બોયફ્રેન્ડ ફરીથી બીજી વીંટી બનાવી આપવાની વાત કરી રહ્યો છે, પણ જેનાને હવે વીંટી વિના જ લગ્ન કરી લેવાં છે.

(3:53 pm IST)