Gujarati News

Gujarati News

News of Wednesday, 18th September 2019

જાતે બનાવેલી એન્જિન વિનાની કારની રેસમાં ૬૦ ટીમોએ ભાગ લીધો

લંડન,તા.૧૮: યુરોપના લિથુઆનિયાના કાઉનસ શહેરમાં રવિવારે સોપ બાઙ્ખકસ રેસનું આયોજન થયું હતું. આ કોમ્પિટિશન મૂળે લોકોની ક્રીએટિવિટીને જગાડવાની છે. એમાં સ્પર્ધકોએ પોતાની જાતે ઘરઘરાઉ ચીજોમાંથી કાર બનાવવાની હોય છે. આ કારમાં કોઈ પ્રકારનું એન્જિન લગાવી શકાતું નથી. જસ્ટ ૪૦૦ મીટરના ટ્રેક પર લોકોએ પોતાની જાતે બનાવેલી કાર લઈને દોડવાનું હતું. આમ તો યુરોપ અને બ્રિટનમાં અનેક જગ્યાએ આવી રેસ દર બે વર્ષે થાય છે, પરંતુ લિથુઆનિયામાં આવી રેસ ૧૧ વર્ષ પછી યોજાઈ હતી. એમાં લગભગ ૬૦ ટીમોએ ભાગ લીધો હતો. અતરંગી કારોને દોડતી જોવા માટે લગભગ ૭૦૦૦ દર્શકો એકઠા થયા હતા.

(3:46 pm IST)