Gujarati News

Gujarati News

News of Tuesday, 18th September 2018

શું તમે સક્‍સેસફુલ બ્‍લોગર બનવા ઇચ્‍છો છો?

બધા એવુ વિચારે છે કે તે બ્‍લોગ બનાવવાની સાથે જ એક સક્‍સેસફુલ બ્‍લોગર બની જાય. જ્‍યારે એવું ક્‍યારેય બનતુ નથી. સક્‍સેસ થવા માટે તમારે તમારા બ્‍લોગને પર્યાપ્‍ત સમય આપવો  પડે. આ ઉપરાંત અમુક જરૂરી વાતોને પણ અનુસરવી પડે. તો જાણો એ જરૂરી વાતો વિષે.

ભાષામાં એક્‍સપર્ટ બનો

ઘણા લોકો એવા હોય છે, જેની પકડ હીન્‍દીમાં જ હોય છે અને તે ભાંગ્‍યુ-તુટયું અંગ્રેજીમાં લખે છે. તેથી  સારૂ રહેશે કે જે ભાષામાં તેમે એક્‍સપર્ટ છો તે જ ભાષાનો ઉપયોગ કરો. તેથી તમે સરળતાથી વાક્‍ય બનાવી શકો અને યોગ્‍ય વ્‍યાખ્‍યા કરી શકો. જેથી વાંચનાર સરળતાથી સમજી શકે.

પ્રચલીત વિષયની પસંદગી

તમારા બ્‍લોગીંગ કેરીયરને સફળ બનાવામાં પ્રચલીય વિષયનું ઘણું યોગદાન હોય છે. તમે હાલના સમયના ચાલુ અને  પ્રચલીત વિષય પર વધારે ધ્‍યાન આપો. તેથી લોકો બ્‍લોગ પર આવતા રહે. અને તેને નવી જાણકારી મળતી રહે.

યોગ્‍ય વ્‍યાખ્‍યા

તમે કોઇ પણ વિષય વિશે લખો. પરંતુ  સાફ શબ્‍દોમાં અને વ્‍યવસ્‍થિત રીતે વ્‍યાખ્‍યા લખો. જેથી સરળતાથી વાંચનારને સમજમાં આવી જાય. અને વાંચ્‍યા બાદ વાંચનારને સંતોષ થાય. જો  તમે એકવાર આ  કામ કરી લીધું તો એકવાર આવનાર વાંચક અન્‍ય કોઇ બ્‍લોગ પર નહી  જાય. પરંતુ તમારા બ્‍લોગ પર જ કંઇને કંઇ વાચવા માટે આવશે.  

(12:34 pm IST)