Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

દસ વર્ષ સુધી ઓફિસમાં માત્ર હાજરી પુરાવીને જતા રહેતા ભાઇની કામચોરી આખરે પકડાઇ ગઇ

લંડનઃ તા.૧૮, સરકારી ઓફિસમાં લોકો કામચોરી કેવી રીતે કરવી એના જ રસ્તાઓ શોધતા હોય છે. આ કંઇ માત્ર ભારતની જ કહાણી નથી. વિદેશોમાં પણ કામચોર સરકારી બાબુઓ હોય જ છે. સ્પેનની એક સરકારી ઓફિસમાં કામ કરતા કોર્લેસ રેસિયો નામના ભાઇ લગભગ એક  દાયકા સુધી કામચોરી નવાઇની વાત એ હતી કે તેઓ રજા નહોતા લેતા પણ ઓફિસ આવીને ગાયબ થઇ જતા હતા. સવારે સાડાસાત વાગ્યાના ટકોરે તેમની એન્ટ્રી નોંધાઇ જતી એ પછી તેઓ બહાર ફરવા જતા રહેતા. સાંજે ચાર વાગ્યે ઓફિસ પુરી થાય ત્યારે ફરીથી હાજરી નોંધાવવા તેઓ આવી જતા લગભગ  એક દાયકા સુધી ભાઇએ સમ ખાવા પુરતુ એક કામ પણ ન કર્યું આખરે તેમના સહકર્મચારીઓએ તેમની રોજ ગાયબ થઇ જવાની ફરીયાદ ઉપરી પાસે નોંધાવી લેખિત ફરીયાદ પર કોઇક તો એકશન લેવી જ પડે. એક કમિટી બેઠી અને તેમણે એક દાયકામાં કયુ કામ કયુંર્ એનો હિસાબ માગવામાં આવ્યો. એ  સમયે કાર્લેસભાઇએ દયામણા બનીને કહયું કે પોેતે તો આખો દિવસ કુતરાની જેમ કામ કર્યું છે પણ કોઇને એ દેખાતુ નથી એનો અલબત્ત, કાનુની ચોપડે તેઓ પોતાની ડયુટીને ન્યાય નથી આપી શકયા એ સાબિત થતાં તેમની નોકરી ગઇ.  એ ઉપરાંત તેમને આગામી નવ વર્ષ સુધી પબ્લિક સેકટરમાં જોબ ન આપવી એવો પ્રતિબંધ પણ લાદવામાં આવ્યો.

(4:07 pm IST)