Gujarati News

Gujarati News

News of Wednesday, 18th July 2018

આઇઆઇટી અને આઇઆઇએમના ગ્રેજયુએટ્સને કોલેજ ગ્રેજયુએટ્સ કરતાં વધારે મળે છે સેલેરી-પેકેજ

 નવી દિલ્હીઃ તા.૧૮, વિવિધ એન્જિનિયરીંગ મેનેજમેન્ટ કોલેજમાંથી ગ્રેજયુએટ થયેલા સ્ટુડન્ટ્સ કરતા આઇઆઇટી અને આઇઆઇએમના ગ્રેજયુએટ્સને વધારે સેલેરી - પેકેજ મળે છે. એવુ એક રીપોર્ટમાં જાણવવામાં આવ્યું છે.  આઇઆઇટીના ગ્રેજયુએટ્સને બીજા એન્જિનિગરીંગ ગ્રેજયુએટ્સ  કરતા ૧૩૭ ટકા વધારે પગારની ઓફર મળે છે. આઇઆઇએમના ગ્રેજયુએટ્સને બીજી મેનેજમેન્ટ કોેલેજના સ્ટુડન્ટ કરતા ૧૨૧ ટકા વધારે પગારની ઓફર મળે છે. આઇઆઇટીના કમ્પ્યુટર સાયન્સ ઇન્ફરર્મેશન ટેકનોલોજીના ગ્રેજયુએટ્સ  કમસે કમ ૬.૯ લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ મળે છે. વળી તેઓ મેનેજમેન્ટનો કોર્સ કરેતો તેમને ૧૪.૮ લાખના પગારની ઓફર મળે છે.

(3:37 pm IST)