Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

પાકિસ્તાનમાં હોસ્પિટલમાં ગોળીબારીની ઘટનામાં 5લોકોના મોત: સાતને ઇજા

નવી દિલ્હી: પાકિસ્તાનના પંજાબ પ્રાંતના નનકાના સાહેબ જિલ્લાની હોસ્પિટલમાં બે સમૂહો વચ્ચે થયેલ ગોળીબારીની ઘટનામાં ઓછામાં ઓછા 5 લોકોના મોત નિપજ્યા છે અને અન્ય સાતને ઇજા પહોંચી છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે પંજાબના નનકાના સાહિબ જિલ્લામાં મુખ્યાલય હોસ્પિટલમાં એક વિભાગમાં નજીવી બાબતે બે સમૂહોએ એકબીજા સામે ગોળીબારી કરી હતી જેમાં ચાર લોકોએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:13 pm IST)