Gujarati News

Gujarati News

News of Tuesday, 18th June 2019

શું તમે કેળાના આ ચમત્કારી ફાયદાઓ વિષે જાણો છો ?

કેળા વિષે આજે જાણ્યા પછી તમે કેળાને જુદી રીતે જોતા થઈ જશો..

કેળામાં ત્રણ પ્રકારની કુદરતી સાકર (શુગર) હોય છે : સક્રોઝ, કુકંટોઝ અને ગ્લુકોઝ. આ ઉપરાંત પુષ્કળ ફાઈબર હોય છે, જે શરીરને  તાત્કાલીક લાંબાગાળાની શકિત પૂરી પાડે છે.

એક સંશોધનથી પુરવાર થયુ છે કે .. ફકત ૨ કેળા ૯૦ મિનિટ સુધી જોરદાર શારીરિક શ્રમ માટે પૂરતા છે અને એટલા માટે દુનિયાભરના રમતવિરો માટે કેળાએ એક નંબરનું ફ્રુટ છે.

ડિપ્રેશન : હમણા 'માઈન્ડ' નામની સંસ્થા દ્વારા હાથ ધરવામાં આવેલ સર્વે મુજબ જે લોકો ડિપ્રશનથી પીડાઈ છે તેમને કેળાથી  રાહત મળે છે. કારણકે કેળામાં ટ્રીપ્ટોટીન નામુ પ્રોટીન છે તેને શરીરને શેરોટોનીનમાં રૂપાંતરણ કરે છે. આ ઉપરાંત કેળાામં વિટામીન-બી૬ હોય છે જે લોહિમાં ગ્લુકોઝનું પ્રમાણ જાવળી રાખી વ્યકિતને મૂડમાં રાખે છે.

એનેમીયા (નબળાઈ) : કેળામાં મોટા પ્રમાણમાં લોહતત્વ (આઈરન) હોય છે, જે લોહિમાં હેમોગ્લોબીનનું પ્રમાણ સારૂ કરે છે અને નબળાઈ દુર કરી શકે છે.

બ્લડ પ્રેશરઃ કેળા અકેમાત્ર એવુ ફ્રુટ છે કે જેમાં ઉચ્ચતમ માત્રામાં પોટેશીયમ અને ઓછામાં ઓછી માત્રામાં સોલ્ટ હોય છે, જે બ્લડ પ્રેશર ને કંટ્રોલ કરવામાં ઉપયોગી થાય છે. અમેરીકાની 'યુ એસ ફુડ એન્ડ ડ્રગ એડમીનીસ્ટ્રેંશન' વિભાગે કેળાના ઉત્પાદકોને કેળા બ્લડ પ્રેશર અને સ્ટ્રોક રોકનાર હોવાનો દાવો કરવાની ભલામણ કરી છે.

 

(10:01 am IST)