Gujarati News

Gujarati News

News of Monday, 18th May 2020

છીંક રોકવી ઘાતકઃ ડોકટરોએ આપી ચેતવણી

નાક અને મોઢુ બંધ કરીને છીંકને જબરદસ્તી રોકવાનો પ્રયાસ જીવન માટે ઘાતકી હોઈ શકે છે. ડૉકટરોએ આ બાબતે ચેતવણી આપી છે.

એક વ્યકિત હાલમાં જ છીંક રોકવાનું પરાક્રમ બતાવવાનો પ્રયાસ કરતા ઘાયલ  થઈ ગયો હતો. તેના ગળામાં સમસ્યા ઉભી થઈ ગઈ હતી. નાક અને મોઢુ બંધ કરીને છીંકને રોકવાનો પ્રયાસ કરતા તે યુવકના મોઢામાં તમતમાટી ઉભી થઈ અને ત્યારબાદ ગળુ સોજી ગયું હતું. બ્રિટેનના લીસેસ્ટર વિશ્વવિદ્યાલય હોસ્પિટલના ડૉકટરોએ તેમની સારવાર કરી હતી.

ભારતીય મૂળના રઘુવિંદર એસ. સહોટા અને સુદીપ દાસ સહિત અન્ય ડૉકટરોએ જણાવ્યું કે, થોડીવાર બાદ તેને કોઈ વસ્તુ નીકળવાનું મહેસુસ થયું અને પછી તેનો અવાજ જતો રહ્યો. સાત દિવસ હોસ્પિટલમાં દાખલ રહ્યા બાદ તેની સમસ્યા ઓછી થઈ. ડૉકટરોએ જણાવ્યું કે, 'નાક અને મોઢુ બંધ રાખીને છીંકને રોકી રાખવી ખતરનાક છે અને તનાથી બચવું જોઈએ.'

(11:47 am IST)