Gujarati News

Gujarati News

News of Thursday, 18th April 2024

ક્લાઈમેટ ચેન્જ થવાથી યુએન પર ઘેરાઈ રહ્યા છે સંકટના વાદળો

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસે ચેતવણી આપતા કહ્યું કે ક્લાઈમેટ ચેન્જની આપત્તિ કાબૂથી બહાર થતી જઈ રહી છે. તેમણે કહ્યું કે ક્લાઈમેટ સંકટ આર્થિક આપત્તિ છે. યુએન ચીફે વિકસિત દેશોને પોતાના નાણાકીય વચનોને પૂરા કરવાની ભલામણ પણ કરી. તેમણે જણાવ્યું કે નાણા મંત્રી તરીકે તમે આ બધુ સારી રીતે જાણો છો. વાવાઝોડું, પૂર, આગ અને દુકાળ વિશ્વભરની અર્થવ્યવસ્થાને ઝડપથી નષ્ટ કરી રહ્યા છે.સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંટોનિયો ગુટેરેસ ક્લાઈમેન્ટ ચેન્જ પર થતી નાણા મંત્રીઓની 11મી મંત્રી સ્તરીય બેઠકમાં પહોંચ્યા હતાં. આ અવસરે ગુટેરેસે ચેતવણી આપતા કહ્યું કે જે રકમ રસ્તા બનાવવા, બાળકોને શિક્ષિત કરવા અને દર્દીઓની સારવાર કરવા માટે થવી જોઈએ, તેનો ક્લાઈમેટ ચેન્જ ઝડપથી નાશ કરી રહ્યું છે. આ મામલે અર્થશાસ્ત્રી વેરા સોંગવે અને નિકોલસ સ્ટર્નની સહ-અધ્યક્ષતામાં ક્લાઈમેટ ફાઇનાન્સ પરના સ્વતંત્ર ઉચ્ચ સ્તરીય નિષ્ણાત જૂથે અહેવાલ આપ્યો હતો કે બહુપક્ષીય વિકાસ બેંકોના સુધારાથી વાર્ષિક ક્ષમતામાં 40% નો વધારો જોકે (લગભગ $ 300-400 બિલિયન) થઈ શકે છે. આ દરમિયાન ગુટેરેસે તમામ દેશોથી પોતાની ક્લાઈમેટ યોજનાઓને શ્રેષ્ઠ કરવા માટે કહ્યું છે. તેમણે જણાવ્યું કે આપણે વૈશ્વિક તાપમાનના વધારાને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરીને હજુ પણ સૌથી ખરાબ ક્લાઈમેટ સંકટને ટાળી શકીએ છીએ પરંતુ માત્ર ત્યારે જ્યારે આપણે અત્યારે કાર્યવાહી કરીએ. એ મહત્વપૂર્ણ છે કે તમામ દેશ આગામી વર્ષ સુધી રાષ્ટ્રીય સ્તર પર નક્કી યોગદાનની સાથે આગળ આવે.

 

(5:21 pm IST)