Gujarati News

Gujarati News

News of Thursday, 18th February 2021

વધારે પડતી ખુબસુરત હોવાના કારણોસર નોકરી છોડવાની નોબત આવી હોવાનો આ મોડલનો દાવો

નવી દિલ્હી: રોમાનિયા (Romania) ની એક પૂર્વ મોડલે પોતાની પૂર્વ સંસ્થાન પર ચોંકાવનારો આરોપ લગાવ્યો છે. અનેક બ્યૂટી કોન્ટેસ્ટનો તાજ જીતનારી આ બ્યૂટી ક્વીનનું નામ ક્લોડિયા એડિલિન(Claudia Ardelean) છે. 27 વર્ષની આ પૂર્વ મોડલે દાવો કરતા કહ્યું કે તેણે નોકરી એટલા માટે છોડવી પડી કારણ કે તે વધારે પડતી ખુબસુરત છે.

               અત્રે જણાવવાનું કે થોડા સમય પહેલા તેને એક હોસ્પિટલમાં જોબ ઓફર થઈ હતી. રોમાનિયાના ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ 27 વર્ષની બ્યૂટી ક્વીન ક્લોડિયાને રોમાનિયાના ન્યૂમોફિથિસિયોલોજી ક્લિનિકલ હોસ્પિટલના બોર્ડમાં અઠવાડિયા પહેલા જ એક પગાર વગર પદ પર નિયુક્ત કરાઈ હતી. રોમાનિયાની જાણીતી હોસ્પિટલ Romanian Pneumonia Clinical Hospital માં જોબ કરી ચૂકેલી ક્લોડિયા ખુબ ભણેલી છે. ક્લોડિયા (Claudia Ardelean) કાયદા અને યુરોપિયન એથિક્સ (European Ethics) એમ બે વિષયોથી ગ્રેજ્યુએટ છે. નોકરી છોડતા પહેલા ક્લોડિયાને હોસ્પિટલમાં બોર્ડમાં પગાર વગર કામ કરવા માટે મજબૂર કરાઈ હતી. નોકરી છોડ્યા બાદ તેણે સોશિયલ મીડિયા પર નોકરી છોડવાના કારણનો ખુલાસો કર્યો અને પોતાની સફળતાની સફરને પણ યાદ કરી.

(5:08 pm IST)
  • હવે સાયકલ ચાલવવી પણ પડશે મોંઘીઃ રૂ.૫૦૦ થી રૂ.૧૦૦૦નો કમ્મરતોડ ભાવવધારો : લોકલ કંપનીઓમાં રૂ.૫૦૦ અને વિખ્યાત કંપનીઓમાં રૂ.૧૦૦૦થી રૂ.૧૨૦૦નો ભાવવધારો access_time 4:12 pm IST

  • ભારતમાં પ્રવેશવું છે? તો નેગેટીવ RT-PCR ટેસ્ટ ફરજીયાત : સોમવારથી ભારતમાં પ્રવેશવા માટે ફરજીયાતપણે ''આરટી-પીસીઆર''નો નેગેટીવ રીપોર્ટ આપવાનું ફરજિયાત બનાવાયું છે access_time 3:53 pm IST

  • આવકવેરાનો ખળભળાટ... અમદાવાદમાં ૩૦૦ નોટિસો : અમદાવાદમાં આવકવેરાએ મોટી સંખ્યામાં ૩૦૦થી વધુ નોટીસો સેકસન ૧૪૮ અને ૨૬૪ હેઠળ ફટકારી છેઃ મોટાપાયે ત્રાટકવાની તૈયારી હોવાનું મનાય છેઃ વધુ નોટીસો પણ અપાઈ રહી છે access_time 3:53 pm IST