Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ચીનમાં નોવેલ કોરોના વાયરસના વધુ ચાર કેસ જોવા મળતા લોકોમાં ભયનો માહોલ

નવી દિલ્હી: ચીનમાં મોટા પ્રમાણમાં લોકો એક ગંબીર બીમારીનાં કારણે ધડાધડ બીમાર થઈ રહ્યા છે. ખતરાની વાત એ છે કે ચીનનાં અનેક પડોશી દેશોમાં પણ આ બીમારી પહોંચી હોવાના સમાચાર આવી રહ્યા છે. નોવેલ કોરોના વાયરસથી ફેલાઇ રહેલી બીમારી આપણા દેશમાં ના પહોંચે તે માટે સરકાર એલર્ટ થઈ ગઈ છે. તે હવે એરપોર્ટ પર ચીનથી આવી રહેલા લોકોની ખાસ તપાસ કરશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે સાવધાની વર્તતા ઉપાય તરીકે ચીનથી આવી રહેલા યાત્રીઓની દિલ્હી, મુંબઈ અને કોલકાતા એરપોર્ટ પર થર્મલ સ્કેનરથી તપાસ કરવાનો આદેશ આપ્યો છે. સરકારે એક ટ્રાવેલ એડવાઇઝરી પણ જાહેર કરી છે.

                       ચીનમાં આ બીમારી ડિસેમ્બરનાં અંતિમ અઠવાડિયાથી ફેલાઇ રહી છે. પહેલા તો ત્યાં ડૉક્ટરોને સમજમાં આવ્યું નહીં કે નિમોનિયા જેવી દેખાતી આ બીમારી શું છે. ત્યારબાદ જર્મનીનાં વૈજ્ઞાનિકોએ આ બીમારી વિશે જાણ્યું. આ નોવેલ કોરોના વાયરસ છે. આ વાયરસ પહેલીવાર ચીનમાં જ દેખાયો છે. ચીનમાં લગભગ 200 લોકો આ બીમારીનો ભોગ બન્યા છે, જેમાં બે લોકોનાં મોત થયા છે. એટલું જ નહીં ચીનથી થાઇલેન્ડ અને જાપાન ગયેલા બે લોકોમાં આ બીમારીનાં લક્ષણો જોવા મળ્યા છે.

(5:44 pm IST)