Gujarati News

Gujarati News

News of Saturday, 18th January 2020

ચીનમાં જન્મદર પહોંચ્યો તળિયે

વૃધ્ધોની વધી રહેલી વસ્તીથી ચીન પરેશાન હવે ત્રણ બાળકો માટે પ્રોત્સાહન : પણ હવે લોકો માનતા નથી

નવી દિલ્હી, તા. ૧૮ :  ભારતમાં વસ્તી નિયંત્રણ કાયદાની ધૂસપૂસ વચ્ચે ચીનમાં જન્મદર દેશની સ્થાપના પછી તળિયે પહોંચી ગયો છે. આનુ પરિણામ એ આવ્યું છે કે ચીનમાં દિવસે દિવસે વૃધ્ધોની વસ્તી વધતી જાય છે. બાળકો અને યુવાનોની સંખ્યા ઘટતી જોઇને ચીન હવે પોતાની નીતિમાં ફેરફાર કરવા જઇ રહ્યું છે. દાયકાઓ સુધી એક બાળકની નીતિ પકડી રાખનાર ચીની સરકાર હવે બે અથવા તેથી વધારે બાળકો પેદા કરવા માટે પ્રેરિત કરી રહી છે.

ગઇકાલે પ્રકાશિત થયેલ નેશનલ બ્યુરો ઓફ સ્ટેટેરીકસના એક રિપોર્ટ અનુસાર ગયા વર્ષે ૧.૪૬ કરોડ બાળકો જનમ્યા હતા. જે છેલ્લા સાત દાયકાનો સૌથી ઓછો આંકડો હતો જો કે ૧૯૬૧માં જન્મદર આનાથી પણ ઓછો હતો કેમકે ત્યારે ચીનમાં દુકાન પડયો હતો. આંકડાઓના આધારે જોવામાં આવે તો ગયા વર્ષે ચીનમાં જન્મદર પ્રતિ ૧૦૦૦ વ્યકિતએ ૧૦.૪૮ છે જે ૧૯૪૯ પછી સૌથી ઓછો છે.

વૃધ્ધોની વધી રહેલી સંખ્યાને જોતા ચીને ર૦૧પમાં એક બાળકની નીતિમાં ફેરફાર કરીને બે બાળકોની છુટ આપી હતી. હવે તે બે થી વધારે બાળકો પેદા કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે જો કે ઘણા પરિવાો રહેઠાણ, આરોગ્ય અને શાળાકીય સવલતોનાો હવાલો આપીને વધારે બાળકો પેદા કરવા નથી ઇચ્છતા.

જયારે અહીં ભારતમાં ભાજપ સાંસદ રાકેશ સિંહા રાજયકક્ષામાં જનસંખ્યા નિયંત્રણ બીલ ર૦૧૯ રજુ કરી ચુકયા છે. જો કે ત્યારે રાજયસભામાં આ ખાનગી બીલની ટીકાઓ પણ થઇ હતી. ત્યારે એવો તર્ક રજૂ કરાયો હતો કે આ બિલ કોઇ એક સમુદાયને ધ્યાનમાં રાખીને લવાયું છે. કેન્દ્રીય પ્રધાન સંજીવ બાલ્યાન પણ કહી ચુકયા છે કે કેન્દ્ર સરકાર વસ્તી નિયંત્રણ કાયદા પર કામ કરી રહી છે.

(3:40 pm IST)