Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

ઓએમજી......આ બે બિલાડીઓ રહે છે 1 લાખ ભાડાવાળા ફ્લેટમાં

નવી દિલ્હી: પાલતુ જાનવરોને આપણે મોંઘી ગાડીમાં ફરતા અવશ્ય જોયા હશે પરંતુ શું તમે ક્યારે એવું સાંભળ્યું છે કે  બિલાડીઓ મોંઘા ફ્લેટ ખરીદે અને એનું ભાડું લગભગ અંદાજે 1 લાખ રૂપિયા હોય મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  કે અમેરિકાના કેલિફોર્નિયામાં સિલિકન વેલી સ્ટુડિયો એપાર્ટમેન્ટમાં એક ફ્લેટમાં બે બિલાડી રહે છે અને તેનું ભાડું એક લાખ રૂપિયા છે આ ફ્લેટમાં બે બિલાડી એકલી  જ રહે છે અને તેમાં શાનદાર સુવિધાઓ છે.

 

(6:07 pm IST)
  • કાલથી કાશ્મીરમાં ફરી બરફવર્ષા : હવામાન વિભાગે આગાહી કરી છે કે આવતીકાલ તા.૧૯ થી ૨૧ (શનિથી સોમ) દરમ્યાન ફરી બરફ વર્ષા થશે. નવા વર્ષની શરૂઆતના દિવસોથી જ જમ્મુ કાશ્મીરમાં ભારે બરફવર્ષા થઇ રહી છે. પ્રવાસીઓને જલ્સા પડી ગયા છે તો સ્થાનીય લોકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છેે. કાશ્મીરમાં બરફવર્ષાની અસરથી આવતા સપ્તાહમાં સૌરાષ્ટ્ર-ગુજરાતમાં પણ ઠંડીમાં ફરી વધારો થાય તેવી સંભાવના છે. access_time 3:15 pm IST

  • પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા બદલ રામરહીમ સહીત ચારે આરોપીઓને આજીવન કેદ : CBI કોર્ટએ આજ ગુરુવારે રામરહીમ,નિર્મલ,કુલદીપ,અને કિશનલાલને ફરમાવેલી સજા access_time 7:21 pm IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહાએ કહ્યું કે રાષ્ટ્ર મંચના પ્રતિનિધિ તરીકે મમતા બેનર્જીની રેલીમાં જઈશ ; શત્રુઘ્નસિંહાએ કહ્યું કે હજુ સુધી પાર્ટી પ્રત્યે મારી વફાદારી પર સવાલ કરી શકાય નહીં,હું ભાજપમાં ત્યારે સામેલ થયો હતો જયારે તે બે સાંસદની પાર્ટી હતી access_time 1:18 am IST