Gujarati News

Gujarati News

News of Friday, 18th January 2019

૧૧૦ વર્ષ જૂના ઝાડને કપાતું બચાવવા મહિલાએ એમાં લાઇબ્રેરી બનાવી દીધી

ન્યુયોર્ક, તા.૧૮: ભલે ડિજિટલ યુગ આવી ગયો હોય, પુસ્તકો વાંચવાનું મહત્વ હજી ઘટયું નથી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમેરિકામાં પણ લિટર ફ્રી લાઇબ્રેરીનું ચલણ ઘણું વધ્યું છે. એમાં લોકો પોતે વાંચી લીધેલાં પુસ્તકો મફતમાં જમા કરાવી જાય છે. અને જેમને એ પુસ્તક વાંચવું હોય એ લાઇબ્રેરીમાંથી વિનામૂલ્ય લઇ જાય છે અમેરિકાના ઇડાહોમાં શરલી હોવર્ડ નામની મહિલાએ બનાવેલી ટ્રી લાઇબ્રેરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

સામાન્ય રીતે કોટનુવુડનું વૃક્ષ ૫૦થી ૬૦ વર્ષ સુધી લીલુંછમ રહે છે. પરંતુ શરલીના ઘર પાસેનું આ વૃક્ષ લગભગ બમણું જીવ્યું. થોડા સમય પહેલાં વૃક્ષ સુકાઇ ગયું અને એની ડાળીઓ ખરીને અચાનક જ પડવા લાગી. રસ્તે જતા લોકો માટે એ ખતરો બની જતાં સ્થાનિક તંત્રે એ કપાવી નાખવાની તૈયારી કરી. જોકે વૃક્ષ સાવ જ જડમૂળથી ઉખાડી દેવામાં આવે એના કરતાં શરલી હોવર્ડે એને બુઠ્ઠંુ કરી નાખ્યું અને જાડા થડે અંદરથી ખોખલું કરીને અંદર નાનકડી રૂમ બાનવી. એના માથે છત જેવો ઢાળ બનાવ્યો અને કાચના દરવાજો તેમ જ રંગબેરંગી લાઇટ્સ સાથે એની સિકલ જ બદલી નાખી.

(11:34 am IST)