Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

ઓએમજી.....ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોએ 1306 પગ વાળા અનોખા જીવની શોધ કરી

નવી દિલ્હી: શું તમે કલ્પના કરી શકો છો કે એક જીવને માત્ર એક કે બે નહીં પણ હજારો પગ હોય? હા આ વાત સાચી છે. વૈજ્ઞાનિકોએ એક એવા જીવની શોધ કરી છે જેને 1306 પગ છે. વાસ્તવમાં વૈજ્ઞાનિકોએ ઓસ્ટ્રેલિયામાં એક મિલિપેડ(Millipede)ની શોધ કરી છે, જેના 1306 પગ છે. તે 95 મીમી લાંબો છે. આ અનોખો જીવ જમીનથી 200 ફૂટ નીચે જોવા મળ્યો છે. વૈજ્ઞાનિકોએ 1306 પગવાળા આ અનોખા જીવનું નામ Eumillipes Persephone રાખ્યું છે. અગાઉ અમેરિકાના કેલિફોર્નિયામાં 750 પગ ધરાવતો મિલિપેડ મળી આવ્યો હતો. વૈજ્ઞાનિકોને ખાણકામ દરમિયાન 1306 પગવાળો આ અનોખો જીવ મળ્યો. વૈજ્ઞાનિકો તેને જીવોના વિકાસનો ચમત્કાર માની રહ્યા છે. તેઓ આ જીવને વૈજ્ઞાનિક ઈતિહાસની મોટી શોધ કહી રહ્યા છે. જાણી લો કે માઇનિંગમાં જોવા મળતો 1306 પગવાળો આ જીવ પુરુષ છે. વૈજ્ઞાનિકોએ આ જીવને માઈક્રોસ્કોપથી જોયો અને તેની તસવીર પણ બહાર પાડી.

તમને જણાવી દઈએ કે મિલિપેડ શબ્દમાં 'મિલી' નો અર્થ હજાર અને 'પેડ' નો અર્થ થાય છે પગ. આ જીવને માઈક્રોસ્કોપ વડે જોતાં જાણવા મળ્યું કે તે 95 મિલીમીટર લાંબો અને 0.95 મિલીમીટર પહોળો છે. તેમાં 330 સેગમેન્ટ છે. તેમાં ત્રિકોણાકાર એન્ટેના અને મોં છે.

 

(6:12 pm IST)