Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

જાપાનના ઓસાકામાં ભીષણ આગ ભભુકતા 27 લોકોના મૃત્યુની આશંકા

નવી દિલ્હી  : 17 ડિસેમ્બરના રોજ, જાપાનના શહેર ઓસાકામાં માનસિક સ્વાસ્થ્ય ક્લિનિકની કોમર્શિયલ બિલ્ડિંગમાં વિસ્ફોટ બાદ 27 લોકોના મોતની આશંકા છે. પોલીસે આગનું સંભવિત કારણ આર્સન (ગુનાહિત આગ) ગણાવ્યું છે. ઓસાકા પોલીસના પ્રવક્તાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે સત્તાવાળાઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે. પોલીસ સૂત્રોને ટાંકીને, કેટલાક જાપાની મીડિયા આઉટલેટ્સે જણાવ્યું છે કે એક વ્યક્તિએ કથિત રીતે આગ લગાડવા માટે લિક્વિડ ફેંક્યું હતું. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે આગ સ્થાનિક સમય અનુસાર સવારે 10:18 કલાકે લાગી હતી. બપોર સુધીમાં 70 ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પશ્ચિમ જાપાનમાં કિતાશિંચી રેલ્વે સ્ટેશન નજીકના વ્યસ્ત બિઝનેસ વિસ્તારમાં લાગેલી આગને અડધા કલાક બાદ કાબૂમાં લેવામાં આવી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. પોલીસ પ્રશાસને કહ્યું છે કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

 

(6:11 pm IST)