Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

આઇટી વર્કરને પોતાની હાર્ડ ડ્રાઈવ ખોવાઈ જવાથી 3400 કરોડનું નુકશાન સહન કરવાની નોબત આવી

નવી દિલ્હી: એક આઈટી વર્કરને પોતાની હાર્ડ ડ્રાઈવ ખોવાઈ જવાથી જે નુકસાન થયુ છે તે કદાચ કોઈની કલ્પનામાં પણ ના આવે તેવુ છે. અમે્રિકાના આઈટી એન્જિનિયર જેમ્સ હોવેલ્સે ભૂલથી પોતાનુ હાર્ડ ડ્રાઈવ કચરામાં ફેંકી દીધુ હતુ.જેમાં ક્રિપ્ટો કરન્સી બિટ કોઈન સ્ટોર કરાયેલા હતા.આજે આ બિટ કોઈનની કિંમત 3400 કરોડ રુપિયા થવા જાય છે. જેમ્સે હાર્ડ ડ્રાઈવ શોધવા માટે અમેરિકન સ્પેસ એજન્સી નાસાની પણ મદદ લીધી છે.જેમ્સની મુસિબતો જોકે ઓછી થઈ રહી નથી.સૌથી મોટો પડકાર કચરાના ઢગલામાં હાર્ડ ડ્રાઈવ શોધવાનો છે.જે માટે ન્યૂપોર્ટ શહેરનુ તંત્ર મંજૂરી આપી રહ્યુ નથી.જેમ્સે જો હાર્ડ ડ્રાઈવ મળે તો બિટ કોઈનના મુલ્યના 25 ટકા શહેરના કોવિડ ફંડમાં આપવા માટે પણ અપીલ કરી છે.જોકે અધિકારીઓ સાંભળવા માટે તૈયાર નથી તેવુ જેમ્સનુ કહેવુ છે.જેમ્સે એક કંપનીની મદદ પણ લીધી છે.ડેટા રિકવરી ફર્મે 2003માં પૃથ્વી પર પડેલા અંતરિક્ષ યાન કોલંબિયામાંથી બળી ગયેલી અને બરબાદ થયેલી હાર્ડ ડ્રાઈવમાંથી ડેટા રિકવર કરવામાં સફળતા મેળવી હતી.

(6:11 pm IST)