Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

બ્રિટનમાં ક્રિસમસને લઈને 83ટકા બુકીંગ રદ

નવી દિલ્હી: બ્રિટનમાં કોરોના બ્લાસ્ટની સ્થિતિ સર્જાઈ છે. સાથે જ નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો પણ વધી ગયો છે. સરકારી સલાહકાર સમિતિએ આગામી 10 દિવસના સર્કિટ બ્રેકરના ઉપાયોની ભલામણ કરી છે. સમિતિએ કહ્યું કે કોરોના પાસનું કડક રીતે પાલન કરવામાં આવે. સમિતિની ભલામણોને કારણે બ્રિટનમાં ચાલુ વર્ષે ઈનડોર ક્રિસમસની આશંકા પેદા થઈ છે. બ્રિટનમાં હોટેલ-રેસ્ટોરાંમાં લગભગ 83 ટકા બુકિંગ રદ થઈ ગયું છે.

બ્રિટનના રાજપરિવારે પરંપરાગત પ્રી-ક્રિસમસ લંચનું આયોજન પણ રદ કરી દીધું છે. આ દરમિયાન ફ્રાન્સે શુક્રવારથી બ્રિટનથી આવનારા લોકો પર યાત્રા પ્રતિબંધની જાહેરાત કરી દીધી છે. બ્રિટિશ પર્યટક ક્રિસમસ અને ન્યુ યર પર ફ્રાન્સ નહીં જઇ શકે. ગુરુવારે લંડનમાં માર્ગો સૂના દેખાયા હતા. લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. માર્ગો પર 49 ટકા જ ભીડ રહી. સરકારના રોગવિજ્ઞાન મોડલ અનુસાર આવનારા સમયમાં બ્રિટનમાં દરરોજ 4 લાખ દર્દીઓનો આંકડો સામે આવી શકે છે.

(6:10 pm IST)