Gujarati News

Gujarati News

News of Friday, 17th December 2021

પહેલાં ઈંડું આવ્યું કે મરઘી? મળી ગયો જવાબ

લોકોને આ પ્રશ્ન સદીઓથી પરેશાન કરી રહ્યો છે કે દુનિયામાં પહેલાં ઈંડું આવ્યું કે મરઘીઃ લોકોએ આ રહસ્યને ઉકેલવા માટે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ સફળતા ન મળીઃ હવે વૈજ્ઞાનિકોએ આ પ્રશ્નનો જવાબ શોધી કાઢ્યો છે

લંડન,તા. ૧૭:  બ્રિટનની શેફિલ્ડ અને વારવિક યુનિવર્સિટીના ઘણા પ્રોફેસરોએ ઈંડા અને મરઘીના પ્રશ્ન પર રિસર્ચ કર્યું. લાંબા સ્ટડીથી ખબર પડે છે કે દુનિયામાં સૌથી પહેલાં ઈંડું નહી પરંતુ મરદ્યી આવી હતી.

રિસર્ચ ટીમને લીડ કરનારા વૈજ્ઞાનિક ડો. કોલિન ફ્રીમૈને કહ્યું, 'લાંબા સમયથી શંકા હતી કે ઈંડું પહેલા આવ્યું કે મરદ્યી. હવે અમારી પાસે આ વાતના પુરાવા છે, જે આપણને જણાવે છે કે દુનિયામાં મુરઘી પહેલાં આવી.

વૈજ્ઞાનિકોએ કહ્યું કે ઈંડાના છીપમાં ઓવોકિલડિન નામનું પ્રોટીન જોવા મળે છે. આ પ્રોટીન વિના ઇંડાનું નિર્માણ અશકય છે. આ પ્રોટીન માત્ર ચિકનના ગર્ભાશયમાં જ બને છે, તેથી દુનિયામાં પહેલાં મરદ્યી આવી. તેના ગર્ભાશયમાં ઓવોકિલડિન બન્યું. ત્યારબાદ આ પ્રોટીન ઈંડાના છીપમાં પહોંચ્યું.

વૈજ્ઞાનિકોના આ રિસર્ચથી એ તો ખબર પડી ગઇ કે દુનિયામાં ઈંડા પહેલા મરઘી આવી હતી. જો કે, તો પછી મરઘી દુનિયામાં કેવી રીતે પહોંચી, આ પ્રશ્ન હજુ પણ વણઉકેલાયેલ કોયડો છે.

(10:33 am IST)