Gujarati News

Gujarati News

News of Tuesday, 17th December 2019

૧૦૦ ભાષા બોલતો રોબો બનાવતા ચાર વર્ષ લાગ્યા

ઈરાનની તેહરાન યુનિવર્સિટીમાં એક એવો રોબો બનાવાયો છે જે ૧૦૦ ભાષા બોલી શકે છે. આ તમામ ભાષાઓને સમજીને એનો જાતે અનુવાદ પણ કરી શકે છે. આ રોબો લોકોના ચહેરા પણ અલગ તારવી શકે છે. જો તેને રમતના મેદાનમાં મૂકી દો તો ફૂટબોલને કિક મારતાં પણ તેને આવડે છે. એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ આ રોબો તૈયાર કરવા માટે ચાર વર્ષથી લાગેલો હતો.

શુદ્ઘ અને સરસ મજાની ભાષાઓ બોલતા આ રેબોનું નામ સુરેના પાડ્યું છે. તેને હજી વધુ ચીજોની ઓળખ કરી શકવા માટે સજ્જ બનાવવામાં આવશે જેમ કે હાથ મિલાવીને લોકોનું અભિવાદન કરવું, લોકોને શિષ્ટાચારના સવાલો પૂછવા જેવું કામ તે ઓલરેડી કરી શકે છે. વજન અને કદમાં સુરેના એક માણસ જેવો જ ૧૭૦ સેન્ટિમીટર લાંબો અને ૭૦ કિલો વજનનો છે. તે ઉબડ-ખાબડ રસ્તા પર પણ બેલેન્સ જાળવીને ચાલી શકે છે.

(3:37 pm IST)