Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

સાઉદીમાં બસ દુર્ઘટનાનો શિકાર બની: 35 વિદેશીઓના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: મદીના શહેરમાં એક બસ અને ભારે વાહન સાથે થયેલ ટક્કરનાં કારણે 35 વિદેશીઓના મૃત્યુ થયા છે જયારે અન્ય ચાર ને ગંભીર રીતે ઇજા પહોંચી છે. સાઉદી સરકારી સમાચાર એજન્સી દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે.

   મદીનાના પોલીસ પ્રવક્તાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સાઉદી અર્બન પશ્ચિમી શહેરમાં બુધવારના રોજ આ દુર્ઘટના બની છે. ઘાયલ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અધિકારીઓએ આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

(6:20 pm IST)