Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

કેટલું પાણી પીવાનું છે તે 'કિડની' જણાવશે

શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખવામાં મદદ કરશે નવું મોડલ

ટોરેન્ટો તા. ૧૬ : ઘણીવાર એવું જોવા મળે છે કે ઘણા લોકો શરીરની જરૂરિયાત મુજબનું પાણી પીતા નથી. બિમાર થાય તો દવા તો ખાઇ લે છે, પરંતુ પાણીના સ્તરનું ધ્યાન રાખવામાં આવતું નથી. આવા સંજોગોમાં દવા કિડની પર સીધી અસર કરીને તેની કાર્યક્ષમતાને પ્રભાવિત કરે છે.

પાણીની કમીના કારણે શરીર પર પડતા પ્રભાવની તપાસ માટે વિજ્ઞાનીઓએ 'કમ્પ્યુટર કિડની' વિકસાવી છે. આ એક એવું મોડલ છે, જે ઓછું પાણી પીનારા લોકો પર દવાઓના પ્રભાવ અંગે જણાવશે. શરીરમાં પાણીનું સંતુલન જાળવી રાખવા માટે પણ કિડનીની ભૂમિકા મહત્વની હોય છે, સાથે-સાથે ડિહાઇડ્રેશન દરમિયાન પણ બહુ ઓછા પાણીનો ઉપયોગ કરીને શરીરની અંદર રહેલી ગંદકીને બહાર કાઢવામાં મદદ કરે છ.ે જે લોકોને કિડની સબંધિત સમસ્યા હોય છે અને જે લોકો બ્લડપ્રેશરને નિયંત્રણમાં રાખવા માટે દવાઓ લે છે. તેમના શરીરમાં ઘણી વાર પાણીનું સંતુલન બગડી જાય છે. વિજ્ઞાનીઓએ કહ્યું કે આવા દર્દીઓને યોગ્ય દવાઓ આપવાની સાથે-સાથે શરીરમાં પાણીની માત્રાનું ધ્યાન રાખવું  પણ અત્યંત જરૂરી છે.ે અસંતુલનની સ્થિતિમાં લોકો ઘણી બીમારીઓના શિકાર બની શકે છે.

આ અભ્યાસ અમેરિકન જર્નલ ઓફ  ફિઝિયોલોજી-રિનલ ફિઝિયોજીમાં પ્રકાશિત થયો છે. કેનેડાની યુનિવર્સિટી ઓફ વોટર લૂના એપ્લાઇડ મેથેમેટીકસ ફાર્મસી એન્ડ બાયોલોજી વિભાગના પ્રોફેસર અનીતા લાઇટને જણાવ્યું કે જે લોકોને હાઇ બીપીની ફરીયાદ હોય છે.તેમને સામાન્ય રીતે પાણીની ગોળીઓ આપવામાં આવે છે.

બ્લડપ્રેશરના દર્દીઓ જયારે અન્ય દવાઓ લે છે ત્યારે તેમને હોર્મોનલ સિસ્ટમ પ્રભાવિત થાય છે અને તેનો પ્રભાવ કિડની પર પડે છે.

(3:26 pm IST)