Gujarati News

Gujarati News

News of Thursday, 17th October 2019

વિના ટિકિટે મહિલા પ્લેનમાં બેસી ગઇ, તેને ઉતારતાં સ્ટાફને ૩ કલાક લાગ્યા

ન્યુયોર્ક,તા.૧૭: બસ અને ટ્રેનમાં વિના ટિકિટે ચડવાનું સંભવ છે, પણ કોઈ પ્લેનમાં ટિકિટ વિના દ્યૂસી જાય એવી દ્યટના ભાગ્યે જ બને કેમ કે એરપોર્ટના દરવાજાથી લઈને ચેક- ઇન, સિકયોરિટી બધે જ તમારી પાસે ટિકિટ અને બોર્ડિંગ પાસ હોવો જરૂરી છે. એમ છતાં અમેરિકાના ઓર્લેન્ડો ઇન્ટરનેશલ એરપોર્ટ પર ડેલ્ટા એરલાઇનની એક ફ્લાઇટ એટલાન્ટા જઈ રહી હતી એમાં એક મહિલા વિના ટિકિટે ચડી ગઈ. જેની કલેમન્સ નામનાં આ બહેન પ્લેનમાં જઈને કોઈકની સીટ પર પણ બેસી ગયેલાં. જયારે એ સીટ જે પ્રવાસીના નામે બુક હતી તે આવ્યો એટલે પ્લેનના કૂ-મેમ્બરને ખબર પડી. જયારે મેમ્બરોએ તેનો બોર્ડિંગ પાસ માગ્યો તો પહેલાં તો તેણે કહ્યું કે એ તો તેણે ફાડી નાખ્યો. જોકે હકીકતમાં તેણે ટિકિટ લીધી જ નહોતી. એ વાત સાબિત કરીને તેને પ્લેનમાંથી નીચે ઉતારતાં કૂ-મેમ્બરને ત્રણ કલાક લાગ્યા. આખરે નિર્ધારિત સમય કરતાં ચાર કલાક મોડી ફ્લાઇટ ઊપડી હતી.

(3:23 pm IST)