Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

૨૩ દિવસથી કોમામાં સરી પડેલી માતા નવજાત બાળકનો સ્પર્શ થતાં જ ભાનમાં આવી

મેડિકલ દુનિયાને દંગ કરી દે તેવો એક બનાવ તાજેતરમાં બ્રાઝિલમાં બન્યો

લંડન તા. ૧૭ : મેડિકલ દુનિયાને દંગ કરી દે તેવો એક બનાવ તાજેતરમાં બ્રાઝિલમાં બન્યો હતો. ૨૩ દિવસથી કોમામાં સરી પડેલી માતાને તેના નવજાત બાળકનો સ્પર્શ થયો તે સાથે જ તે ભાનમાં આવી ગઈ હતી. ડોકટરો માટે આ ઘટના કોઈ ચમત્કારથી કમ નથી.

બ્રાઝિલની વતની ૨૮ વર્ષની અમાન્ડા ડા સિલ્વાને વાઈની તકલીફ હોવાથી તેને પ્રેગનેન્સીનું ૩૭મું અઠવાડિયુ ચાલતુ હતુ ત્યારે તેને ખેંચ આવી ગઈ હતી. તેના પતિ સાથે તેનો ઝઘડો થતા તેને ખેંચ આવી હતી. આ કારણે માતા બાળક બંનેના જીવ પર જોખમ ઊભુ થયુ હતુ. જો કે ડોકટરોએ સિઝેરિયન ઓપરેશન કરીને તેના પુત્રનો જન્મ કરાવ્યો હતો.

૩૭માં અઠવાડિયે એટલે કે નવમા મહિને માતાને ખેંચ આવતા બડોકટરોએ માતાને સ્ટેબલ કરવા તેને દવા આપી કોમામાં મોકલવી પડી હતી. જયારે તેના ૨.૧ કિલોના પુત્રને ઈન્ટેન્સિવ કેર યુનિટમાં મોકલવો પડ્યો હતો. માતા ત્યાર બાદ ઘણા દિવસો સુધી કોમામાં નિશ્ચેતન પડી હતી. જયારે નર્સે વિકટરને માતાની છાતી પર મૂકયો તો માતાના હૃદયના ધબકારા વધવા માંડ્યા હતા અને તેની આંખમાંથી આંસુ વહેવા માંડ્યા હતા. ત્યાર બાદ માતાની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો હતો. ૨૦ દિવસ બાદ માતા અને પુત્રને હેમખેમ ઘરે જવાની રજા આપી દેવાાં આવી હતી. નર્સ ફેબિઓલા સા જણાવે છે, 'આવું કેમ થયું તેનો કોઈ વૈજ્ઞાનિક ખુલાસો અમારી પાસે નથી. આપણે માતા-બાળકના સ્કિન ટુ સ્કિન સ્પર્શને કયારેય ઓછો ન આંકવો જોઈએ. તે કમાલ કરી શકે છે.'

અમાન્ડાને તેણે બાળકને કઈ રીતે જન્મ આપ્યો તેનું કંઈ યાદ નથી. તે કહે છે, 'મને પહેલી વસ્તુ એ યાદ છે કે વિકટર મારા હાથમાં હતો, મેં તેનું નાનકડું માથુ જોયુ અને તેના માથામાંથી સરસ સુગંધ આવતી હતી. એ પરિસ્થિતિ મૂંઝવણ ભરેલી પણ ખૂબ જ અદભૂત હતી. મેં મારા પિતાને પૂછ્યુ કે આ બાળક મારુ છે? મેં મારા પેટ પર હાથ મૂકયો અને મને અહેસાસ થયો કે હું હવે પ્રેગનેન્ટ નથી.'

નર્સ જણાવે છે કે માતાએ બાળકના સ્પર્શનો તરત જ પ્રતિભાવ આપ્યો હતો. આ પરિસ્થિતિને શબ્દોમાં વર્ણવી શકાય તેવી નથી. તેમણે માતાની પરિસ્થિતિ આટલી જલ્દી સુધરશે તેવી એવી ડોકટરોને બિલકુલ આશા નહતી. આ ઘટના ફેબ્રુઆરીમાં બની હતી અને હવે માતા તથા બાળક એકદમ સ્વસ્થ છે.

(3:33 pm IST)
  • અમદાવાદ: પાર્કિંગ ચાર્જ અંગે હાઈકોર્ટનો ચુકાદો: મોલ અને મલ્ટીપ્લેકસ માલિકો લઇ શકશે પાર્કિંગ ચાર્જ:પાર્કિંગ ચાર્જ વસુલવા સંચાલકોને હાઈકોર્ટની મંજૂરી access_time 2:00 pm IST

  • સુરત: લીંબાયતમાં બાળકીની હત્યાનો કેસ: પોલીસે આરોપીને જલ્દીથી પકડવા માટેનુ આશ્વાસન અપાતા પરિવાર દ્વારા બાળકીનો મૃતદેહ સ્વીકારાયો:બે દિવસમાં આરોપીને નહિ પકડવામાં આવે તો બાળકીની અસ્થિ સાથે રેલી કાઢી પોલીસ કમિશનર કચેરીએ ધરણા કરવાની ચીમકી access_time 1:17 am IST

  • 22મીથી તલાટીઓની રાજ્યવ્યાપી હડતાળ :ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ દ્વારા ૨૨ તારીખ થી રાજ્યવ્યાપી હડતાળની જાહેરાત કરી : ગુજરાત રાજ્ય તલાટી મહામંડળની મળેલી બેઠકમાં લેવાયો નિર્ણય :લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ નહીં આવતા આખરે આ નિર્ણય લીધો :૨૨મીએ રાજ્યભરની પંચાયતનો વહીવટ ઠપ્પ કરવાની ચીમકી ઉચ્ચારી access_time 1:05 am IST