Gujarati News

Gujarati News

News of Wednesday, 17th October 2018

જાણો મુખવાસમાં ખવાતી વરીયાળીના ફાયદા ગેસ અને કબજીયાત

વરીયાળી ખાવાથી પેટ અને કબજીયાતની તકલીફ થતી નથી. વરીયાળીને સાકર કે ખાંડ સાથે વાટીને ચૂર્ણ બનાવી લો, રાત્રે સૂતા સમયે લગભગ ૫ ગ્રામ ચૂર્ણનું હુંફાળા પાણી સાથે સેવન  કરો. પેટની  તકલીફ થશે નહીં અને ગેસ કબજીયાત દુર થશે.

આંખોની  દ્રષ્ટિ

આંખોની દ્રષ્ટિ વરીયાળીના સેવનથી વધારી શકાય છે. વરીયાળી અને સાકર સરખા ભાગે લઇને વાટી લો. તેની એક ચમચી સવાર સાંજ પાણી સાથે બે મહિના સુધી લો.  તેનાથી  આંખોની દ્રષ્ટિ વધે  છે.

અજીર્ણ

ડાયરીયા થાય તો વરીયાળીના બલના ગરબ સાથે સવાર સાંજ ચાવવાથી અજીર્ણ દુર થાય છે અને ઝાડામાં ફાયદો થાય  છે.

ઉત્તમ પાચક

 ખાધા પછી વરીયાળીનું સેવન કરવાથી ખાવાનું સારી રીતે પચે  છે અને તે કુદરતી માઉથફેશનર, વરીયાળી, જીરૂ અને કાળુ મીઠુ ભેળવીને ચૂર્ણ બનાવી લો. ખાધા પછી હુંફાળા પાણી સાથે આ ચૂર્ણ લઇ લો,  તે ઉત્તમ પાચક ચૂૂર્ણ છેે.

 

(9:29 am IST)