Gujarati News

Gujarati News

News of Friday, 17th July 2020

બહેનને બચાવવા ૬ વર્ષનો બાળક કુતરા સામે લડ્યો ૯૦ ટાંકા આવ્યા

બાળકને અપાયો બોકસીંગ વર્લ્ડ ચેમ્પીયનનો ખિતાબ

વ્યોમિંગ (અમેરિકા): નામ બ્રિજર વોકર, ઉંમર ૬ વર્ષ અને વર્લ્ડ બોકસીંગ કાઉન્સીલે આ બાળકને વર્લ્ડ ચેમ્પિયનનો માનદ ખિતાબ આપ્યો છે. જો તમે વિચારતા હો કે આ ઉમરે આ બાળકે એવું કયું કામ કર્યું છે કે તેને આવડો મોટો ખિતાબ મળ્યો છે તો જણાવી દઇએ કે બ્રિજર એક એવો જંગ લડ્યો, જે બાબતે વિચારતા જ દઇએ કે બ્રિજર એક એવો જંગ લડ્યો. જે બાબતે વિચારતા જ મોટા મોટા ધુરંધરો પણ ધ્રુજી જાય. વ્યોમિંગના રહેવાસી વોકરે એક ખતરનાક કુતરા સાથે જંગ લડીને પોતાની બહેનને બચાવી છે.

જ્યારે આ સમાચાર વર્લ્ડ બોકસીંગ કાઉન્સીલને મળ્યા તો તેણે બ્રિજરની બહાદુરીને ધ્યામાં રાખીને વર્લ્ડ ચેમ્પીયનનો માનદ ખિતાબ જાહેર કર્યો. કાઉન્સીલે પોતાના બયાનમાં કહ્યું કે, ૬ વર્ષના બ્રિજર વોકર જેણે માનવતાના શ્રેષ્ઠ મુલ્યો દર્શાવ્યા તેને માનદ્ વર્લ્ડ ચેમ્પીયન જાહેર કરવો અમારા માટે ગૌરવની વાત છે.

આ જંગમાં તેના જડબા પર ગંભીર ચોટો આવી હતી.અને ૯૦ ટાંકા લેવા પડ્યા હતા. આ એક પ્રકારનો ચમત્કાર જ છે કે આટલી નાની ઉંમરમાં બાળક પોતાની બહેનને બચાવવા કુતરા સામે લડ્યો એટલુ જ નહી તેને હરાવીને પોતાની બહેનને બચાવી પણ લીધી તેના આ કારનામાથી તે સોશ્યલ મીડીયા પર છવાઇ ગયો છે.

દરેક વ્યકિત આ બાળકની તારીફ કરે છે.

(2:58 pm IST)