Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

ફ્રાન્સના પ્રસિદ્ધ પેઇન્ટરનું આ ઓઇલ પેઇન્ટિંગ વેચાયું ૭૭૮ કરોડ રૂપિયામાં

કળાજગતમાં કેટલાક ચિત્રકારોની કલાકારીની કરોડમાં કિંમત થાય છે. જોકે તાજેતરમાં ફ્રાન્સના સુપ્રસિદ્ધ ચિત્રકાર મોનેટનું એક સર્જન ૧૧૦ મિલ્યન ડોલર એટલે કે લગભગ ૭૭૮ કરોડ રૂપિયા જેવી અધધધ કિમતે વેચાયુ હતું. આ ઓઇલ પેઇન્ટિંગ છે જેનુ નામ મ્યુલ્સ છે. પેઇન્ટર મોનેટનાં ચિત્રો આ પહેલા કદી આટલી મોટી કિંમતે વેચાયાં નથી. ૧૮૯૦ની સાલમાં બનાવેલું આ પેઇન્ટિંગ ખરીદનાર વ્યકિતનું નામ ઓકશન હાઉસે જાહેર નહોતું કયુ૪. નવાઇની વાત એ છે કે માત્ર આઠ જ મિનિટની હરાજીમાં આ ચિત્ર આટલી તોતિંગ કિમતે વેચાયું હતું. મોનેટને ફ્રેન્ચ ચિત્રકળાના ફાઉન્ડર મનાય છે અને તેમનું ૧૯૨૬માં ૮૬ વર્ષની વયે અવસાન થયું હતું.

(11:32 am IST)