Gujarati News

Gujarati News

News of Friday, 17th May 2019

OMG: એક વર્ષની ચમત્કારી 'બેબી સ્વિમર' : કમાલ જોઇ તમે પણ રહી જશો દંગ

માત્ર એક વર્ષની ઉંમરનું આ બાળક પાણીમાં જે રીતે તરે છે એ જોતાં ભલભલાની આંખો પહોળી થઇ જાય છે : પાણીમાં બેક સ્ટ્રોક, ફ્રન્ટ ક્રોલ અને સ્પિનની હરકત જોઇ તમે જલપરી કહી ઉઠશો

નવી દિલ્હી  તા. ૧૭ : ઘણી વાર નાના ટેણીયાઓ એવું કરી બતાવે છે કે મોટારાઓ મોંમાં આંગળા નાંખી જાય, અહીં એવી એક ચકોર બહાદુર બાળકીની વાત છે. જેની ઉંમર માત્ર એક વર્ષ છે. આ ઉંમરે બાળકો સરખું ચાલતાં પણ ન શીખી શકે એવી ઉંમરે આ ટેણી પાણીમાં પોતાનું કૌવત બતાવી રહી છે. સારા તરવૈયાઓ જેવી ફ્રી સ્ટાઇલથી આ બેબી સ્વિમર પાણીમાં બિન્દાસ્ત તરી બતાવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો વારયલ થતાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં પરી જેવી લાગતી કયૂટ એક વર્ષની બાળકી પાણીમાં તરી રહી છે અને મસ્તી કરતી દેખાય છે. બેક સ્ટ્રોક, ફ્રન્ટ ક્રોલ અને સ્પિન કરે છે. પોતાની જાતને જાણે એક જલપરીની જેમ પાણીમાં તરી બતાવે છે.

માંડ એક વર્ષની બાળકીનો સ્વીમિંગ કરતો આ વીડિયો સોશિયલ મીડિયોમાં વાયરલ થઇ રહ્યો છે. એક માસૂમનું આ રીતે સ્વીમિંગ પૂલમાં તરવું અને કરવટ લેવું એ કોઇ ચમત્કારથી ઓછું ના કહેવાય. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વીડિયો ફલોરિડાનો છે.

રિપોર્ટ્સ અનુસાર ફલોરિડાના એક વ્યકિતએ પોતાના બાળકોને નાની ઉંમરથી જ સ્વીમિંગ શીખવાડવાનો નિર્ણય લીધો હતો કે જેથી કે તેઓ પાણીમાં રહીને પોતાને સારૂ અને ઉત્સાહસભર અનુભવી શકે. આ વ્યકિતનું કહેવું છે કે, એમની પુત્રીએ નવ મહિનાની ઉંમરથી જ સ્વીમિંગ શીખ્યું હતું જે બાદ તે સારી સ્વીમર બની છે.(૨૧.૫)

 

(10:16 am IST)