Gujarati News

Gujarati News

News of Thursday, 17th May 2018

તમે જે પરફયુમ નો ઉપયોગ કરો છો તેના વિશે જાણો છો?

ઉનાળામાં પરસેવાની દુર્ગંધ એ બધા લોકોની એક સામાન્ય સમસ્યા છે. તેના માટે મોટા ભાગના લોકો પરફયુમનો ઉપયોગ કરે છે. પરંતુ, શું તમને ખબર છે કે પરફયુમ ખરીદતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

 જાહેરાત જોઈને કે કોઈના કહેવા પર પરફયુમ ન ખરીદવું જોઈએ.

 પહેલા તમારૂ બજેટ નક્કિ કરો. જાણકારી વગર ખરીદવાથી તમારા ખીસ્સા પર ભાર આવી જશે.

 દેખીતી રીતે ડીઓ અને પરફયુમ એક જેવુ લાગે છે. બંનેનું કામ ભલે સુંગધ આપવાનું હોય, પરંતુ બંનેમાં ઘણો તફાવત છે જે જાણવો જરૂરી છે.

 ડીઓ સીધો શરીર ઉપર લગાવવામાં આવે છે. ડીઓ એ લોકો માટે વધુ ફાયદાકારક છે, જેને પરસેવો વધુ આવે છે.

 પરફયુમ લગાવવાની રીત અલગ જ હોય છે. તમે શરીર પર ડીઓ લગાવ્યા બાદ આપણી પસંદ અનુસાર, કપડા ઉપર પરફયુમ લગાવી શકો છો.

 બજારમાં મહિલાઓ અને પુરૂષો માટે અલગ-અલગ પરફયુમ હોય છે. ખરીદતી વખતે સરખી રીતે જોય લેવુ કે તમે શું ખરી રહ્યા છો.

(9:46 am IST)