Gujarati News

Gujarati News

News of Wednesday, 17th April 2019

દુનિયાના ત્રીજા સૌથી મોટા લોકતાંત્રિક દેશમાં મતદાન શરૂ

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં બુધવારના રોજ સંસદની સાથે રાષ્ટ્રપતિ તેમજ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન શરૂ થઇ ગયું છે દેશના ઇતિહાસમાં પ્રથમવાર સામાન્ય ચૂંટણીની સાથે  રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે આ રીતે ઈંડોનેશિયાના ઇતિહાસમાં આ સૌથી મોટી ચૂંટણી છે  કહેવાય રહ્યું છે કે દુનિયામાં ઈંડોનેશિયા ત્રીજું સૌથી મોટું લોક તાંત્રિક દેશ છે આ ચૂંટણીમાં લગભગ 19 કરોડ 30 લાખ મતદાતાઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

(6:16 pm IST)